ગળપાદર આર્મી કેમ્પમાં આરોપી ઘૂસી જતાં દોડધામ
અહીંના ગળપાદર આર્મી કેમ્પમાં એક આરોપી ઘૂસી જતાં બનાવ અંગે પોલીસ મથકે જાણવા જોગ કરાઇ હતી. ગળપાદરમાં આવેલી 94 મીડિયમ રેજિમેન્ટ આર્મી કેમ્પમાં ગઇકાલે સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. સામાન્ય નાગરિકો માટે પ્રતિબંધિત એવા આ વિસ્તારની કાંટાળી તાર નીચેથી ભરત નામનો શખ્સ અંદર ઘૂસ્યો હતો, જે અંગે આર્મીને જાણ થતાં આર્મીના એ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે તેની જાણ કરી હતી, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.