કીડિયાગરમાં મારી નાખવાના ઇરાદે કારથી બાઇકમાં ટક્કર

રાપરના કીડિયાનગરમાં બાઇકથી જતા વૃદ્ધ પર કાર ચડાવી તેમને મારી નાખવાની કોશિશ કરાતાં એક આરોપી સામે ગુનો દર્જ થયો હતો. કીડિયાનગરમાં મકવાણાવાસમાં રહેનાર ફરિયાદી ગત તા. 1/11ના બપોરે પોતાની વાડીએ બાઇક થી જઇ રહ્યા હતા. તેમના સંબંધી એવા આરોપી કરણ ઉર્ફે અગાઉ ફરિયાદી અને પરિવારને ક્યાંય દેખાયા તો ગાડી ઠોકી દેવી છે તેવી ધમકી આપી હતી અને ફરિયાદીને આ શખ્સ કારથી સામે મળ્યો હતો. બાદમાં પોતાની કાર વાળી ફરિયાદી પાછળ આવી તેમને મારી નાખવાના ઇરાદાથી બાઇકમાં ટક્કર મારી હતી, જેમાં ફરિયાદી પડી જતાં તેમને ઇજાઓ પહોંચી હતી. તેમને વધુ સારવાર અર્થે પાટણ લઇ જવાતાં તેમને પાંસળીમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીના દીકરા-દીકરીના સામસાટે લગ્ન કરેલ હોઇ અને તેમના દીકરા ભરતની પત્ની પ્રીતિબેન પિયર હોઇ જે અંગે અગાઉ થયેલ બોલાચાલીનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.