ખેડોઈના ખેડૂત પાસેથી જમીન વેચાણનાં નામે 24 લાખ મેળવી ત્રણ ઈસમની છેતરપિંડી
અંજાર તાલુકાના ખેડોઈના ખેડૂતો સાથે ત્રણ શખ્સે જમીન વેચાણ પેટે રૂા. 24 લાખ મેળવી દસ્તાવેજ ન કરી છેતરપિંડી કરી હોવાનો મામલો પોલીસ દફતરે નોંધાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી મોટી ખેડોઈના એ ભુજના થરાવડાના વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના થરાવડા ગામની સર્વે નં. જમીનના વેચાણ અંગે આરોપીઓએ સાટા કરાર લખાણ કરી ફરિયાદી પાસેથી કુલ રૂા.24 લાખ લઈને દસ્તાવેજ ન કરી આપી તેમજ લીધેલાં નાણાં પરત ન કરી છેતરપિંડીના ગુનાને અંજામ આપ્યો હતો. તહોમતદારોએ લીધેલાં નાણાં પરત આપવાના ખોટા વાયદાઓ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ બનાવ તા. 30/5/2025થી તા. 5/11/2026 સુધીના અરસામાં બન્યો હતો. તહોમતદારોએ આ જમીન અંગે અન્ય બે જણને વેચીને સાટા કરાર કરી આપ્યા હોવાનું પણ ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે.સ મગ્ર મામલે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે.