ખેડોઈ નજીક ઔદ્યોગિક એકમમાં પાઈપ વચ્ચે દબાયેલા ઈજાગ્રસ્ત કામદારનું મૃત્યુ
અંજાર તાલુકાના ખેડોઈ પાસે આવેલા એક ઔદ્યોગિક એકમમાં પાઈપ વચ્ચે દબાઈ જવાથી ઈજાગ્રસ્ત આધેડ નું મૃત્યુ થયું હતું,માન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત તા. 3/11ના 5.45 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. કામ કરી રહેલા બે પાઈપ વચ્ચે દબાયા હતા. તેમને પેટના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચતા સારવાર તળે ખસેડાયા હતા. અહીં તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં આંખો મીંચી લીધી હતી. રામબાગ હોસ્પિટલના ડો. અંજલિ યાદવે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે. તો આદિપુરમાં અગમ્ય કારણોસર યુવાન એ ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત આણ્યો હતો.તો આદિપુરમાં અગમ્ય કારણોસર યુવાન એ ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત આણ્યો હતો.આ બનાવ લઈને વધુ એક વખત ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આદિપુરમાં અકસ્માત મૃત્યુનો વધુ એક બનાવ બન્યો હતો. વોર્ડ નં. 6/એ દુબઈ સિંધુનગરમાં પ્લોટ માં રહેતા એ કોઈ કારણોસર પોતાનાં ઘરે ગત તા. 4/11ના 4.15 વાગ્યાના અરસામાં પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો હતો. તેમને સારવાર તળે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતકની ચાર વર્ષથી માનસિક બીમારીની દવા ચાલુ હોવાનું પોલીસની જાણવા જોગ નોંધમાં વર્ણવામાં આવ્યું છે. આ અંગે પોલીસે વધુ છાનબીન આરંભી છે.