લોહાણા મહાજન સમાજ તથા અંધજન મંડળ દ્વારા આંખનું નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

પશ્ચિમ કચ્છ નખત્રાણા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અંધજન મંડળ કે સી આર સી ભુજ અને લોહાણા મહાજન સમાજ નખત્રાણા દ્વારા આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોતિયો વેલ ઝામર અને આંખ ને લગતા તમામ રોગોની તપાસ કરી ચશ્મા આપવામાં આવ્યા અને મોતીયો, વેલ ના ઓપરેશન માટે અંધજન મંડળની મોડ્યુલર ઓપરેશન થિયેટર વાળી અત્યાધુનિક હોસ્પિટલ ભુજમાં દર્દીઓના ઓપરેશન કરવામાં આવશે.

નખત્રાણા લોહાણા મહાજન અને અંધજન મંડળ દ્વારા દર મહિનાની ૬ તારીખે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે તો કચ્છ અને છેવાડાના નખત્રાણાની આસપાસ ના ગામડાઓ ના વધુમાં વધુ દર્દીઓ આ કેમ્પનો લાભ લઇ અને આંખના ઓપરેશન કરાવે જેથી આંખની સમસ્યા નિવારી શકાય એ હેતુથી નખત્રાણા લોહાણા મહાજન અને અંધજન મંડળ દ્વારા આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *