ભુજમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

ભુજ શહેરમાં ઈન્ડિયન ગેસની બાજુમાં ઝૂંપડામાં  રહેતા 27 વર્ષીય યુવાન એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સૂત્રો પરથી મળતી માહિતી ભુજ ઈન્ડિયન ગેસની બાજુમાં એ ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઝૂંપડામાં ગળેફાંસો ખાઈ લેતાં તેમના ભાભી તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી ધરી હતી.