મરીન કમાન્ડો દ્વારા કચ્છ સરહદે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા તારીખ 15- 11- 2026 ના રોજ મોહાડી,નિમલી વાંઢ, અલ્ટ્રાટેકજેટી, કરમટા, ABG જેટી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં dysp આર.એમ. ચૌધરી ના નેતૃત્વમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.જેમાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી બોટ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.અને માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો ઉપર ખાસ નજર રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મરીન ટાસ્ક ફોર્સના ADGP શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તેમજ DIGP શ્રી એ. એમ. મુનિયા સાહેબ અને S.P. શ્રી એસ.જે.પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારા ના વિસ્તારમાં તકેદારીના ભાગ રૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.