આડેસર પોલીસ ચેક પોસ્ટ ખાતેથી વાહન ચેકીંગ દરમ્યાન પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ

image

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા મે.ના.પો.અધિશ્રી એ.વી.રાજગોર સાહેબ, મુખ્ય મથક ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ/જુગારની બદી નેસ્તનાબુદ કરવા સારૂ વધુમાં વધુ કેસો કરવા સુચના આપેલ હોય. જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સપેક્ટર બી.વી.બોરીસાગર નાઓ દ્વારા આડેસર પોલીસ ચેક પોસ્ટ ખાતેથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની બોલેરો પીક અપ ગાડી નંબર-જી.જે-૦૧-કે.ટી-૧૯૨૨ વાળાના ચાલકે પોતાના કબજાના પીક અપ ડાલામાં પાછળના ભાગે લીલા ચારાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લઈ જવાતો વિદેશી દારૂના જથ્થાને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એક્ટની કલમ તને ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.