પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

image

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ તરફથી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ ક૨વા જરૂરી સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ-અંજાર નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી ક૨વા જણાવેલ હોય જે અનવ્યે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પ્રયત્નશીલ રહેલ હતા દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ગુડ સાઇડ પુલીયા પાસે સર્વીસ રોડ તરફ આવી રહેલ ટાટા કંપનીની જેસ્ટ કાર રજી.નં.GJ-06-AX-8506 ની અંદર વિદેશી દારૂનો જથ્થો લઇ જઇ રહેલ ટાટા કંપનીની જેસ્ટ કા૨ને રોકી તેની અંદર તપાસ ક૨તા પકડાયેલ ટાટા કંપનીની જેસ્ટ કારની અંદરથી થેલાઓમાં રહેલ વિદેશી દારૂની બોટલો છુપાવી રાખેલ મળી આવતા જે કુલ્લ દારૂ પેટી નંગ-૧૨ નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી પડાયેલ ટાટા કંપનીની જેસ્ટ કાર ચાલકને પકડી પાડી તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધ૨વામાં આવેલ છે.

:: પકડાયેલ આરોપી ::

(૧) મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૩૪ ૨હે.મ.નં.૨૭, ગુલમહોર ટાઉનશીપ, મેઘપર બોરીચી તા.અંજાર મુળ રહે.વીંઝાણ તા.અબડાસા જી.કચ્છ

:: પકડવાના બાકી આરોપી ::

(૧) પ્રેમકુમાર (વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર)

:: કબ્જે કરેલ મુદામાલની વિગત ::

(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની અલગ-અલગ બ્રાન્ડની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૯૮ પેટી નંગ-૦૮ કિ.રૂ.૧,૧૪,૨૨૦/-

(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની શીલબંધ બોટલ નંગ-૧૯૨ પેટી નંગ-૦૪ કિ.રૂ.૨૮,૮૦૦/-

(૩) ટાટા કંપનીની જેસ્ટ કાર ૨જી નંબર- GJ-06-AX-8506 કિ.રૂ.3,00,000/-

(૪) મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- (કુદ્દો કિ.રૂ. ૪,૫૩,૦૨૦/-)