GST રજિસ્ટ્રેશનમાં વેપારીઓને મોટી રાહત, નામ અને પાર્ટનરની વિગતોમાં ફેરફારની પ્રક્રિયા બનશે સરળ

કચ્છ સહિત રાજ્યના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે GST વિભાગે રજિસ્ટ્રેશનની વિગતોમાં સુધારા કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી

GST રજિસ્ટ્રેશનમાં નામ, પાર્ટનર અને ડિરેક્ટર સહિતની વિગતોમાં ફેરફાર માટે અગાઉ અધિકારીઓની તપાસ અને મંજૂરીની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું

1 નવેમ્બરથી GST વિભાગ દ્વારા નવી વ્યવસ્થા અમલી બનાવાઈ, જેમાં કેટલાક પ્રકારના ફેરફારો ઓટોમેટિક અપડેટ કરવાની સુવિધા આપવામાં આવી

નવી વ્યવસ્થા મુજબ નામ બદલવું, પાર્ટનર કે ડિરેક્ટરને ઉમેરવા અથવા દૂર કરવા જેવા સુધારા માટેની પ્રક્રિયા સરળ બનશે

રજિસ્ટ્રેશનમાં સુધારા માટે અરજી કરતી વખતે મુખ્ય ભાગીદાર અને અધિકૃત વ્યક્તિના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર તથા ઈમેઇલ પર OTP વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે

અરજી કર્યા બાદ ત્રણ દિવસમાં OTP વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે

વેરિફિકેશન પૂર્ણ નહીં થાય તો ARN જનરેટ થશે નહીં

આ ઉપરાંત PAN, DIN અને CINની વિગતોની ઓનલાઈન સિસ્ટમ મારફતે ચકાસણી પણ ફરજિયાત રહેશે

નવી વ્યવસ્થાનો હેતુ રજિસ્ટ્રેશનમાં થતા ફેરફારોને વધુ સુરક્ષિત અને ચકાસણી આધારિત બનાવવાનો છે

તમામ પ્રકારના ફેરફારો આ છૂટમાં આવરી લેવાશે નહીં, કેટલાક કિસ્સામાં પ્રોપર અધિકારી દ્વારા સ્થળની ચકાસણી કરવામાં આવશે