ભચાઉમાં ઓનલાઈન જુગાર રમતા શખ્સની અટકાયત
ભચાઉમાં વડલાના ઝાડ નીચે બેસીને મોબાઈલમાં ઓનલાઈન કેસીનો રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ ભચાઉના જય માતાજી ચોકમાં વડલા નીચે બપોરે બેસીને એક શખ્સ મોબાઈલમાં જુગાર રમી રહ્યો હતો. તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અંજારના વાગડિયા ચોક, કવર ફળિયામાં રહેતા શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સ પોતાના મોબાઈલમાં વેગાસબુક 9 ડોટકોમ તથા વેઝરબુક ડોટકોમમાં આઈ.ડી. મેળવી તેમાં કેસીનો, તીનપત્તીનો જુગાર રમી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ તથા રોકડ રૂપિયા એમ કુલ રૂા. 5150નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.