માધાપરમાં રાત્રિ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપી ઝડપાયા..

થોડા દિવસો પહેલાં માધાપરના ગોકુલધામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા. 1.50 લાખના સોનાંના દાગીનાનો હાથ માર્યો હતો. જેનો ભેદ એલસીબીએ ઉકેલી કાઢ્યો છે. ચોરાઉ મુદ્દામાલ ઉપરાંત સોનાંના ઢાળ મળી કુલ્લે રૂા. 8,40,130ના મુદ્દામાલ સાથે ભુજના બે રીઢા ચોરને ઝડપી લીધા છે. જ્યારે આ કામના અન્ય એક આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી માહિતી મુજબ માધાપરની ચોરીનો શંકાસ્પદ ઇસમ જે અગાઉ પણ ઘડફોડ ચોરીમાં આવી ચૂક્યો છે, તે હાલે કમલની દુકાન પાસે હાજર છે. આથી એલસીબીએ સુનીલ અને આનંદ મુકેશભાઇ દેવીપૂજકને ચોરાઉ સોનાંના દાગીના, ઢાળ અને એક મોબાઇલ કિં.રૂા. 5000 એમ કુલ્લ રૂા. 8,40,130ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે આ જ કામના અન્ય આરોપી એવા રહે સર્વા મંડપ-ભુજના મનસુખ હરેશભાઇ પરમાર (દેવીપૂજક)ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા સુનીલ અને આનંદનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે. બંને વિરુદ્ધ ચોરી અને મારામારીના એક કરતાં વધુ ગુના પોલીસ મથકોએ દાખલ થયેલા છે.