કચ્છના કેન્સર દર્દીઓ માટે મોટી રાહત, હવે સર્જરીની સારવાર ભુજમાં જ ઉપલબ્ધ થશે
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જન તરીકે ડૉ. મંથન ઠક્કરની નિમણૂક કરાઈ આ નિમણૂકથી કચ્છના કેન્સરના દર્દીઓને સર્જરીની સારવાર માટે હવે જિલ્લાની બહાર જવાની મુશ્કેલીમાંથી રાહત મળશે અત્યાર સુધી સારવાર માટે દર્દીઓ અને તેમના પરિવારજનોને લાંબી મુસાફરી અને ખર્ચનો સામનો કરવો પડતો હતો છાતી, પેટ, પેશાબ, ગર્ભાશય, અંડાશય અને હાડકાં સહિત બાળકોના કેન્સરની સર્જરીની સુવિધા પણ ઉપલબ્ધ બનશે ડૉ. મંથન ઠક્કરે ભુજની અદાણી મેડિકલ કોલેજમાંથી MBBS અને અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાંથી M.S.ની ડિગ્રી મેળવી ત્યારબાદ મુંબઈની ડૉ. બી. બોરુઆહ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં ચાર વર્ષ સુધી સેવા આપી કેન્સરની સર્જરીનો બહોળો અનુભવ મેળવ્યો જી.કે. જનરલ હોસ્પિટલમાં નિષ્ણાત સર્જનની નિમણૂકથી કચ્છના આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો