ગુજરાતમાં વાહનો પર જાતિ-ધર્મ દર્શાવતા લખાણ પર પ્રતિબંધ! હવે લખશો તો દંડ ભરવો પડશે

ગુજરાત સરકારે મોટર વાહન નિયમોમાં સુધારો કરીને ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા લખાણો અને ચિહ્નોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે નવા નિયમ મુજબ ટુ-વ્હીલરથી લઈને કાર, બસ અને ટ્રક સુધી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતા લખાણો લખી શકાશે નહીં. આ સુધારા હેઠળ સરકારનો સૂચનો શિવાય આવા લખાણો કે ચિહ્નો પ્રદર્શિત કરવા પર નિયંત્રણ રહેશે. એટલે કે હવે ગાડીના કાચ પર, નંબર પ્લેટ પાસે કે પાછળ રાજપૂત,પટેલ,જત,દરબાર, ક્ષત્રિય જેવા જાતિના નામ, કે ધર્મ દર્શાવતા મોટા ચિહ્નો લખવા એ નિયમ વિરુદ્ધ ગણાશે. સરકારનું કહેવું છે કે, વાહનો પર આવા લખાણોથી સમાજમાં ભેદભાવ અને તણાવ વધે છે. રસ્તા પર બધા સમાન છે, તેથી વાહન પર કોઈની જાતિ કે ધર્મની ઓળખ દેખાવી ન જોઈએ. હવે સવાલ એ છે કે, આ નિયમનું પાલન કેટલું થશે? ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન આવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે. તો જો તમારી ગાડી પર પણ આવા લખાણ લખેલા હોય તો તેને વહેલી તકે દૂર કરી દો, નહીંતર દંડ ભરવાનો વારો આવી શકે છે.