હવે દુકાનમાંથી પણ ઉપાડી શકશો રોકડા પૈસા

RBIએ ATM અને કાર્ડ પેમેન્ટના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. નવી ગાઈડલાઈન્સ હેઠળ હવે ગ્રાહકો ATM ઉપરાંત દુકાનોમાંથી પણ ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા રોકડા પૈસા ઉપાડી શકશે.

આ સુવિધા “Cash@POS” તરીકે ઓળખાય છે. ખરીદી સાથે દુકાનદાર પાસેથી નક્કી મર્યાદા સુધી કેશ લઈ શકાશે. RBIના જણાવ્યા મુજબ કેશ ટ્રાન્ઝેક્શન પર કોઈ અલગ ચાર્જ કપાશે નહીં.

જોકે ATMની ફ્રી લિમિટ પૂરી થયા બાદ હવે લાગતો ચાર્જ વધારવામાં આવ્યો છે. બેંકિંગને સરળ બનાવવા આ પગલું લેવાયું છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાસ ફાયદો થશે.