વાંઢ પંથકની ખનિજ ચોરી મામલે ગાંધીનગરથી તપાસના આદેશ

માંડવીના વાંઢ વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી સરકારી જમીનમાં ખુલ્લેઆમ બ્લાસ્ટીંગ કરીને બિન્ધાસ્ત ખનિજ ચોરી થઈ રહી છે. સ્થાનિકોના વિરોધ બાદ હવે ગાંધીનગર કક્ષાએથી આ મામલે ઈન્ક્વાયરી સોંપવામાં આવી છે.

બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાએ ગુપ્ત તપાસ શરૂ કરતા જ ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. પશ્ચિમ કચ્છના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે.

આક્ષેપ છે કે દિવસ ઉગે એટલે રેઈડ માટે દોડતું તંત્ર આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે.