ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ૨૦૨૫’ના બીજા તબક્કાનો શુભારંભ: કચ્છના વિદ્યાર્થીઓ અને નાગરિકોને ઉત્સાહભેર જોડાવા અનુરોધ
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની સેવા અને સમર્પણની વિકાસયાત્રાને યથાવત રાખવા તેમજ સરકારી યોજનાઓની જાણકારી અને જ્ઞાનના પ્રસાર અર્થે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે AI આધારિત “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ૨૦૨૫”નો શુભારંભ કરવામાં આવેલ છે. આ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” નો છે. આ ક્વિઝમાં શાળાના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો તાલુકા, મહાનગરપાલિકા, જિલ્લા અને રાજ્ય સ્તરે ભાગ લઈ શકે છે. સ્પર્ધાના વિજેતાઓને રૂ. ૧૧ કરોડથી વધુના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવનાર છે.
ક્વિઝના ૪ અઠવાડિયાનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે તા. ૨૯/૧૧/૨૦૨૫ થી ૪ અઠવાડિયા માટે બીજો તબક્કો શરૂ થઈ છે. બીજા તબક્કાના પાંચમા અઠવાડિયા (Week 5) દરમિયાન ક્વિઝ રમવાનો સમયગાળો (રવિવાર થી શુક્રવાર) તા. ૨૯/૧૧/૨૦૨૫ થી તા. ૦૪/૧૨/૨૦૨૫ સુધીનો રહેશે અને વિજેતા જાહેરાતની તારીખ (શનિવાર) તા. ૦૫/૧૨/૨૦૨૫ નિર્ધારિત કરવામાં આવી છે.
છઠ્ઠા અઠવાડિયા (Week 6) માટે ક્વિઝ રમવાનો સમયગાળો (રવિવાર થી શુક્રવાર) તા. ૦૬/૧૨/૨૦૨૫ થી તા. ૧૧/૧૨/૨૦૨૫ સુધીનો રહેશે, જ્યારે વિજેતા જાહેરાતની તારીખ (શનિવાર) તા. ૧૨/૧૨/૨૦૨૫ રહેશે. સાતમા અઠવાડિયા (Week 7) દરમિયાન ક્વિઝ રમવાનો સમયગાળો (રવિવાર થી શુક્રવાર) તા. ૧૩/૧૨/૨૦૨૫ થી તા. ૧૮/૧૨/૨૦૨૫ નક્કી કરવામાં આવ્યો છે અને વિજેતા જાહેરાતની તારીખ (શનિવાર) તા. ૧૯/૧૨/૨૦૨૫ રહેશે. આઠમા અઠવાડિયા (Week 8) માટે ક્વિઝ રમવાનો સમયગાળો (રવિવાર થી શુક્રવાર) તા. ૨૦/૧૨/૨૦૨૫ થી તા. ૨૫/૧૨/૨૦૨૫ સુધીનો રહેશે અને વિજેતા જાહેરાતની તારીખ (શનિવાર) તા. ૨૬/૧૨/૨૦૨૫ જાહેર કરવામાં આવી છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે www.g3q.ai વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.