ગાંધીધામના તાલુકાનાં કિડાણા ગામના મદય તળાવમાંથી એક વીસેક વર્ષની અજાણી છોકરીની લાશ મળી આવી છે.આજે સવારે કિડાણા ગામના યુવકોએ તળાવ માં નાહવા ગ્યાં ત્યારે તળાવમા પાણી પર તરતી લાશ જોઈને ગાંધીધામ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર દોડી જઈ લાશ બહાર કઢાવી પીએમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી છે, પીઆઈ જે.પી, જાડેજાએ જણાવ્યું કે, યુવતીએ તળાવમાં પડતું મુકી આપઘાત કર્યો હોવાની પણ આશંકા છે. તળાવથી થોડેક દૂર એક બીનવારસી હાલતમાં એક્ટિવા મળી આવ્યું છે. વાહનના રજિસ્ટ્રેશનના નંબરના આધારે પોલીસે યુવતી કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે.