કચ્છના કંડલા પોર્ટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ ભભૂકી : ઝૂંપડામાં ઘરવખરી બળીને ખાખ

0
117210l

કચ્છના કંડલા પોર્ટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેણાક ઝૂંપડામાં આગ ફાટી નીકળતા દહેશત ફેલાઈ હતી. કંડલા મરીન પોલીસ સ્ટેશનની પાસે આવેલા સિરવા ઝૂંપડપટ્ટીમા એક ઝૂંપડામાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.ઘટનાની જાણ થતાં કંડલા પોર્ટની ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે ઝૂંપડામાં રહેલ ઘરવખરીનો સમાન બળીને ખાક થઈ ગયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *