માધાપરની ગ્રીનસીટીમાં રહેતા અને ઘડુલી ચેક પોસ્ટ ફરજ બજાવતા પોલીસદળના કોન્સ્ટેબલ મનોજ પાલે બુધવારે મોડી સાંજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ કર્મીના ઉપરાછપરી આપઘાતના બનાવથી પોલીસ તંત્રમાં અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું છે.કોઇ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. લખપત તાલુકાના ઘડુલી ચેક પોસ્ટ પર ફરજ બજાવતા અને ભુજ તાલુકાના માધાપર ખાતે ગ્રીનસીટીમાં રહેતા મનોજ પાલ નામના પોલીસ કોન્સ્ટેબલે બુધવારે સાંજે પોતાના માધાપર ખાતે આવેલા ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો સ્થળ પર પહોંચી બનાવની છાનબીન હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે.