કંડલા પોર્ટ દ્વારા પુરી પડાતી આરોગ્ય સેવા અંતર્ગત તબીબો દ્વારા દર્શાવાતી બેદરકારી વિશેની ફરિયાદો છેક શિપિંગ મંત્રાલય સુધી પહોંચ્યા બાદ તેના પડઘા પડ્યા છે. દિન દયાળ પોર્ટ (કંડલા પોર્ટ) ના ચેરમેન એસ. કે. મહેતાએ કડકાઈભર્યું વલણ દર્શાવીને ફરજમાં બેદરકારી દર્શાવનાર બે મેડિકલ ઓફિસરો વિરુદ્ધ સસ્પેનશન જેવા આકરા પગલાં ભર્યા છે. ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર સુભાષ શર્મા અને સીનીયર મેડિકલ ઓફિસર ડો. રવિન્દ્ર મલિકને પોર્ટના ચેરમેન એસ.કે. મહેતાએ સસ્પેન્ડ કરી દીધા છે. જોકે, ડીપીટીના ચેરમેન એસ.કે. મહેતાએ ફરજમાં બેદરકારી દર્શાવનાર પોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિરુદ્ધ આકરા પગલાં ભરવાની અગાઉ ચેતવણી પણ આપી હતી. એક સાથે બબ્બે અધિકારીઓના સસ્પેનશને કંડલા પોર્ટના કર્મચારી વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.