શિકરા ગામ મધ્યે પોષણ અભિયાન રેલી માં લોકો જોડાયા હતા ICDS આંબરડી સેજાનું આયોજન કરાયું હતું

IMG-20190913-WA0131

ભચાઉ ના શિકરા ગામ ખાતે પોષણ અભિયાન જાગૃતિ રેલી માં લોકો જોડાયા હતા આઈસીડીએસ આંબરડી સેજાનું આયોજન કરાયું હતુંભચાઉ તાલુકાના શિકરા ગામ મધ્યે ભચાઉ આઈ.સી.ડી.એસ વિભાગ અંતર્ગત આંબરડી સેજાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ અભિયાન હેઠળ જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતુંઆ રેલીમાં શીકરાના સરપંચ શ્રી. તલાટીશ્રી. શિક્ષકો. નર્સ બેનો. આશાવર્કર. આંગણવાડી. સુપરવાઇઝર કાન્તાબેન જોષી. કો. ઑરડિનેટર નરેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતાપોષણ અભિયાન રેલી સાથે વિવિધ પ્રકારની વાનગી પ્રદર્શન દ્વારા મળતા પોષક તત્વ વિશે વિસ્તૃત સમજ આંગણવાડીની તમામ યોજના વિશે ઉપસ્થિત લોકોને સુપરવાઇઝર કાંતાબેન જોષીએ સમજણ આપી હતીઆ આયોજન વ્યવસ્થામાં આંબરડી સેજાના તમામ આંગણવાડી બહેનો સહભાગી બની હતીઆ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ શિકરા એકના વર્કર રેખાબેન જોષી દ્વારા કરવામાં આવી હતી