મુન્દ્રા-પોલીસ થાણે નોંધાયેલા મારપીટ કેસનો ફરાર આરોપી કલોલથી પકડાયો

મુન્દ્રા-પોલીસ થાણે નોંધાયેલા મારપીટ અને રાયોટીંગના ગુનાનં 88/10ના નવ વર્ષથી ફરાર આરોપીને સ્થાનિક પોલીસે કલોલ સ્થિત તેના નિવાસસ્થાનેથી દબોચી લઇ લોકઅપમાં પૂર્યો હતો. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયાની સૂચનાથી મુન્દ્રા પીઆઇ ડીએમ ઝાલાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ભાગતા આરોપીઓને દબોચી લેવા ડ્રાઈવ કરતી મુન્દ્રા પોલીસે સ્થાનિક પોલીસ થાણે નોંધાયેલા ગુના નં 88/10 આઇપીસી કલમ 323,125,143,147,148,149 તથા જીપી એક્ટ 135 મુજબના આરોપી વિષ્ણુ નિરંજન શર્મા (મૂળ રહે વાસ અચીના જી દાદર-હરીયાણા,હાલે 65 શિવાલય ટેનામેન્ટ,વાડજ રોડ,કલોલ – જી ગાંધીનગર ને તેના કલોલ સ્થિત નિવાસસ્થાનેથી ઊંઘતો ઝડપી લીધો હતો.અને મુન્દ્રા લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ અશોક કનાદ,શક્તિસિંહ ગોહિલ તથા અજય દેસાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.