મુન્દ્રા તાલુકામાં દવાયુકત મચ્છરદાનીનું વિતરણ કરાયું

મુન્દ્રા, તા.૧૩: મુન્દ્રા તાલુકામાં ઠેર ઠેર પાંચ વર્ષ ચાલે તેવી દવાયુકત મચ્છરદાનીનું સગર્ભા માતાઓને મેલેરિયા, ડેન્ગ્યું જેવા વાહક જન્ય રોગોથી રક્ષણ મેળવવા માટે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુન્દ્રામાં રોટરી કલબના અતુલ પંડ્યા, મનોજ કોટક, નરેન્દ્ર દવે તથા હેલ્થ ઓફીસના હરિભાઈ જાટીયા, પ્રકાશ ઠકકર, કેશરબેન મહેશ્વરી, ગંગાબેન વીંજોડાના સહયોગથી, મોટા કપાયામાં સરપંચ ધનજીભાઈ ધેડા, નીલેશ પટેલ, પ્રકાશ ગોહિલ, સાધના ત્રિવેદી, નંદાબા પીંગલ તથા કુંદરોડીમાં સરપંચ રસુલખાન પઠાણ, નીલેશ મકવાણા નવીનાળમાં અશ્વિન મકવાણા, સ્મિતાબેન પટેલ, વડાલામાં પુજાબેન બકોત્રા, કનકબા પીંગલ, વંદનાબેન ગઢવી, કૈલાસબા જાડેજા અને વાંઢમાં ડૉ. જાનવીબેન ચાવડા, બ્રીજેશ ચારેલ તથા છાયાબા સોલંકી સહયોગી રહ્યા હતા.