ખાવડા પોલીસ સ્ટેશનના જુના ખાવડા મોનાણી ફળીયા મધ્યેથી દારૂ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી ના આધારે ખાવડા, તા.ભુજનો રહેવાસી બીપીનચંન્દ્ર જયંતિલાલ ઠકકર પોતાના કબ્જાના જુના ખાવડા, મોનાણી ફળીયા મધ્યે આવેલ રહેણાંકના મકાનની બાજુમાં ઇંગલિશ દારૂનો જથ્થો રાખી વેંચાણ કરે છે રેઇડ કરતા. ઇંગલિશ દારૂ મેકડોવલ્સ નંબર-૧, સુપીરીયર વ્હીસ્કિની બોટલો નંગ – ૩૨, કિ.રૂા./-૧૧,૨૦૦/-તથા પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હીસ્કિની બોટલો નંગ – ૨૩, કિ.રૂા.૮૦૫૦/- તથા કશીનોસ પ્રાઇડ વ્હીસ્કિની બોટલો નંગ-૨૩, કિ.રૂા.૮૦૫૦/- એમ કુલ બોટલો નંગ-૭૮, કિ.રૂા.૨૭,૩૦૦/-નો પ્રોહિ. મુદામાલ મળી આવતા અને રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ આરોપી બીપીનચંન્દ્ર જયંતિલાલ ઠકકર, રહે.પ્રમુખસ્વામીનગર, મ.નં.૫૬, ખાવડા, તા.ભુજ વાળા વિરૂધ્ધ ખાવડા પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.