ભુજ શહેર બી-ડીવીઝનના પો.હેડ કોન્સ.નરેન્દૂ આર.ધરડા તથા પો.હેડ.કોન્સ હરિશચંદૂસિંહ બળવંતસિંહ જાડેજા તથા પો.કોન્સ નરેશગીરી જેઠગીરી સ્વામી તથા પો.કોન્સ દશરથ રાણાભાઈ ચાવડા એરીતેના પોલીસ સ્ટાફના માણસો બી-ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા આર.ટી.ઓ સર્કલ પાસે આવેલ ઝૂપડપટી પાસે રોડપર આવતા બે ઈસમો શંકાસ્પદ હાલતમાં રોડની સાઈડમાં બેઠેલા જોવામાં આવતા તેમને પકડીપાડી તેઓના નામ ઠામ પુછતા (૧) સાગર સ/ઓ મનશુખભાઈ સોલંકી (દેવીપુજક) ઉ.વ.૧૯,મુળ રહે.થોરારા પોલીસ ચોકી પાછળ,કુબલીયાપરા,વાઘરીવાસ,રાજકોટ.હાલે રહે.આર.ટી.ઓ પાસે આવેલ ઝૂપડપટી ભુજ (ર)રાજુ સ/ઓ અશોકભાઈ મારવાડી (માજીરાણા) ઉ.વ.૨૦,મુળ રહે.થોરારા પોલીસ ચોકી પાછળ, કુબલીયાપરા,વાઘરીવાસ,રાજકોટ.હાલે રહે.આર.ટી.ઓ પાસે આવેલ ઝુપડપટી,ભુજ વાળા હોવાનું જણાવેલ તેમજ તેઓના કબ્જામાંથી જુદી-જુદી કંપનીના મોબાઈલ ફોન નંગ-૧૨ કિ.રૂ.૪૧,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ જે પકડાયેલ ઈસમોની પુછપરછ દરમ્યાન ઉપરોકત મોબાઈલ ફોન મોટાયક્ષ, તા.નખત્રાણા ખાતે ચાલી રહેલ લોકમેળામાંથી ગયા બે દિવસ દરમ્યાન અલગ-અલગ લોકોના ખીચ્ચામાંથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે જે બાબતે સી.આર.પી.સી કલમ-૪૧ (૧) (ડી) મુજબ તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.