ટ્રાફિકના નિયમોથી વાહન ચાલકો પરેશાન થયા ગયા છે. તંત્ર મહેરબાન અને પ્રજા પરેશાન જેવો ઘાટ ઘડાયો છે લોકો વહેલી સવારથી RTOની લાઈનોમાં લાગી ગયા છે. PUC અને લાઈસન્સ મુદ્દે લોકોને એપાઈન્ટમેન્ટ નથી મળી રહી. તો RTOના સર્રના ધાંધિયા તો પ્રજાની હાલાકીનો સબબ બને જ છે.સવારથી PUC માટે લાગી લાંબી લાઇનો નોકરી ધંધા મૂકીને RTOમાં લાગી લાંબી કતારો એજન્ટ ઓનલાઈન તમામ સ્લોટ બુક કરી લે છે સરકાર દ્વ્રારા લાગુ કરવામાં આવતા નીતનવા નિયમો વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બની ગયા છે. સવારથી PUC માટે લાગી લાંબી લાઇનો લાગી છે. લર્નિંગ લાઇસન્સ એપ્લાય કરવા માટે રોજ રાત્રે એક વાગ્યે એપોઈન્ટમેન્ટના સ્લોટ ખૂલે છે. આરટીઓમાં નાના-મોટા એજન્ટો સક્રિય છે. સર્વરનાં ધાંધિયાંને કારણે લોકો ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે કોઈ પણ જાતની સવલત ઊભી કર્યા વગર લાગૂ કરી દેવાયેલા નિયમોને લીધે લોકોને ભારે હાલાકી પડી રહી છે.લોકોનો આટલા ધસારા બાદ પણ કોઈ નવા પોઈન્ટ નથી મૂકાયા વહેલી સવારથી નોકરી ધંધા મૂકીને RTOની લાંબી લાંબી કતારોમાં લાગી ગયા છે. પણ એઝ યુઝવલ આટલો ભરાવો થતો હોય તો તંત્ર દ્વારા કોઈ નવા પોઈન્ટ કે ઝડપી કામ થાય એ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી.રાત્રે એક વાગ્યે એપોઇન્ટમેન્ટના સ્લોટ ખૂલતાંની સાથે જ મિનિટોમાં એજન્ટો તમામ સ્લોટ બુક કરી દે છે જો તમારે ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવાનું બાકી હશે તો તમે થાકી જશો તો પણ આરટીઓમાં લાઈસન્સ મેળવવા માટેની એપોઈન્ટમેન્ટ મળવા માટે રાહ જોવી પડશે. કેમકે દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ અત્યારે આરટીઓમાં પ્રવર્તી રહી છે. દરરોજ રાત્રે એક વાગ્યે એપોઇન્ટમેન્ટના સ્લોટ ખૂલતાંની સાથે જ મિનિટોમાં એજન્ટો તમામ સ્લોટ બુક કરી દેતા હોવાના કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. તેથી જો તમારે જાતે લાઇસન્સ મેળવવા માટેની ઓન લાઈન એપોન્ટમેન્ટ લેવી હશે તો રાત્રે એક વાગે જાગી જવું પડશે. ફરજિયાત એજન્ટની લેવી પડશે મદદ 16મી સપ્ટેમ્બરથી સુધારેલા મોટર વિહિકલ એક્ટના ફેરફાર સાથે રાજ્ય સરકારે નવા નિયમો લાગુ કર્યા છે. જેને કારણે ડ્રાઇવિંગ લાઈસન્સની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવા માટે વાહન ચાલકો પડાપડી કરી રહ્યા છે પરંતુ એજન્ટો દ્વારા લોકોને એપોઈન્ટમેન્ટ લેવામાં સફળતા નથી મળતી. વાહન ચાલકોને 60 દિવસ સુધી હજુ પણ સામાન્ય નાગરિકોને અપોઇન્ટમેન્ટ મળી શકે તેવી કોઈ શક્યતા હાલમાં દેખાતી નથી. જેથી એપોઈન્ટમેન્ટ લેવા માટે મથી રહેલા લોકોએ ફરજિયાત એજન્ટો દ્વારા લેવામાં આવી રહેલી ઓનલાઇન આપવાની સાથે સીધી સ્પર્ધા કરવી પડી રહી છે.આરટીઓમાં લર્નિંગ લાઇસન્સ એપ્લાય કરવા માટે રોજ રાત્રે એક વાગ્યે એપોઈન્ટમેન્ટના સ્લોટ ખૂલે છે. એજન્ટો રાત્રે એક વાગ્યે પોતાના કમ્પ્યૂટર કે લેપટોપ થી બે વાગ્યા સુધીમાં તમામ સ્લોટ બુક કરાવી લે છે. આરટીઓમાં નાના-મોટા અંદાજે 200 જેટલા એજન્ટો સક્રિય હોવાનું જાણવા મળે છે. આરટીઓ કચેરીમાં આંટાફેરા કરતા એજન્ટો સામે લાલ આંખ કરવા છતાં કચેરીથી દૂર રહીને પણ એજન્ટો પોતાનું કામ કરાવી લેતા હોવાની ફરિયાદો ઊઠી છે. ઘેર બેસીને એજન્ટો એપોઈન્ટમેન્ટ લઈ રહ્યા હોવાનું જાણવાં મળે છે.ગણતરીની મિનિટોમાં સાઈઠમા દિવસના પણ તમામ સ્લોટ ફૂલ કરી દે છે. જેને લીધે સામાન્ય લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આરટીઓ સાથે સંકળાયેલી તમામ કામગીરી જેવી કે લર્નિંગ લાઇસન્સ અને અન્ય કામ માટેની ફી ઓનલાઈન ભરવા લોકોને મુશ્કેલી પડી રહી છે. સર્વરનાં ધાંધિયાંને કારણે લોકો ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ અંગે એ આરટીઓ એસએમઓજનીદારે જણાવ્યું હતું કે સર્વર સબંધિત પ્રશ્નો સ્થાનિક કક્ષાએ નથી અને એપોઇન્ટમેન્ટ પણ ઓનલાઇન પ્રક્રિયા હોવાના કારણે કોઈપણ વ્યક્તિ જરૂર મુજબ ઓનલાઇન એપોઈન્ટમેન્ટ બુક કરાવી શકે છે.