કચ્છનાં બીદડામાં ૨ બહેનોની નજર સામે તળાવમાં ડૂબી જવાથી ભાઇનુ મોત

કચ્છના તળાવોમાં આવેલા વરસાદના નવા નીર નિર્દોષ માસુમોનો ભોગ લઈ રહ્યા છે. માંડવીના બીદડા ગામે જલારામ ચેકડેમના તળાવમાં નહાવા પડેલા ૧૫ વર્ષીય કિશોરનું અરેરાટીભર્યું મોત નીપજયું હતું. રોનક કિશોરભાઈ મારવાડા નામનો ૯ માં ધોરણમાં ભણતો આ કિશોર ગઈકાલે પોતાની બે બહેનો સાથે તળાવે ગયો હતો. ત્યાં તળાવમાં પાણી જોઈને એ નહાવા પડ્યો પણ અકસ્માતે ડૂબી જવાથી તેનુ અરેરાટીભર્યું મોત નીપજયું હતું. આ ઘટના સમયે તેની બન્ને બહેનોએ બચાવવાની કોશિશ કરી પણ એ કોશિશ નિષ્ફળ રહી હતી. આ બનાવની જાણ થતાં જ બીદડા ગામના સરપંચ સુરેશ અકીલા સંદ્યાર અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને બાળકને હોસ્પિટલ લઈ જવા માટે તેમ જ પોલીસ કાર્યવાહીમાં મદદરૂપ બન્યા હતા.