BREAKING NEWS : મુન્દ્રા તાલુકાનાં બારોઈ ગામ માં બાવળની જાળી માથી તાજી જન્મેલી બાળકી મળી આવી : કલયુગની એવી માતા કોણ
મળતી માહિતી મુજબ મુન્દ્રા તાલુકાનાં બારોઈ ગામ મતિયા કોલોની હિન્દુ શમશાન ની બાજુમાં બાવળની જાળી માથી તાજી જન્મેલી બાળકી મળી આવી આ તાજી જન્મેલી બાળકી ડોક્ટરના જણાવ્યા મુજબ સાળા આઠ મહિનાનો ગર્ભ હશે.અને આ બાળકી નો જન્મ રાત્રે ૧૨ થી ૨ વાગ્યા ના અરસા માં થયેલ છે આજ રોજ સવારના અરસામાં બાવળની ની જાળીમાં મૂકી ગયેલ જેને નજરે જોનાર એક ૧૭ વર્ષ બાળક ના જણાવ્યા મુજબ એક લેડીસ અને એક જેન્સ એક એકટીવાથી આવી અને બાવળની જાળીમાં મૂકી અને નાસી ગયેલ આ સમગ્ર ઘટનાં બાળકે જોતાં ગ્રામ જનોને જાણ કરી હતી ત્યાર બાદ બાળકીને મુન્દ્રા સરકારી હોસ્પિટલ માં લઇ જ્વાયેલ અને બાળકી ની સારવાર બાદ બાળકી જીવિત અને તંદુરસ્ત હાલતમાં છે અને બાળકી ને વધુ સારવાર માટે ભુજ જીકે જનરલ હોસ્પિટલ માં રિફર કરાયેલ છે વધુ તપાસ મુન્દ્રા પોલીસ ના કર્મચારી મુકેશભાઈ દેસાઇ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ છે
રિપોર્ટ બાય : કિશન મહેશ્વરી – મુન્દ્રા MO.૯૭૨૬૦ ૬૩૦૩૪