અંજાર વરસાણા હાઈવે રોડ ઉપર અજાપર ના પાટીયા પાસે બાઈક પુલીયા થી નીચે પડી જતા યુવાનનું મૃત્યુ નીપજયું હતું અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અંજાર વરસાણા રોડ અજાપર ના પાટીયા પાસે શ્રીરામ દીનાનાથ જાદવ પોતાની બાઇક નંબર જીજે ૧૨ સી એન ૧૫૦૭ કાબુ ગુમાવતા બાઇક પુલિયા થી નીચે પટકાયું હતું જેના કારણે શ્રી રામ જાદવ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા સારવાર કારગત નીવડે તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું હતું ભોગબનનાર વેલસ્પન કંપનીમાં કામ કરતા હતા અને બાઇકથી અંજાર ખરીદી કરવા જતા હતા ત્યારે અજાપર ના પાટીયા પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે