ભુજમાં વ્યાજખોરો ના ત્રાસ થી આધેડનો ઝેરી દવા પી ને આપઘાત

કચ્છમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે વ્યાજખોરોના કારણે લોકો પોતાની અમૂલ્ય જિંદગી ગુમાવી રહ્યા છે તેની પ્રતીતિ કરતો એક કિસ્સો ભુજમાં પ્રકાશમાં આવ્યો છે ભુજમાં રહેતા એક આધેડ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી ને આપઘાત કરી લેતા મરવા મજબૂર કરનાર ત્રણ સામે ફરિયાદ નોંધાઇ છે આ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે મેન્ટલ હોસ્પિટલ પાછળ કેમપ વિસ્તાર માં રહેતા આમદભાઈ થેબા જે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે આ અંગે તેના પુત્ર જાવેદ આમદ થેબા એ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતાજી આમદ ભાઈ થેબા ને પ્રગ્નેશ રમણીક ગોર રાજેશ રમણીક ગોર અને સુરેશબ યાદવ એ ઊંચા વ્યાજ દરે રૂપિયા આપી પછી રૂપિયા કાઢવા બળજબરી કરતા હોય આમદભાઈ થેબા એ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો આ ત્રણેય આરોપીઓએ મરવા મજબૂર કર્યા હતા આ અંગે ભોગ બનનાર આમદભાઈ થેબા ના પુત્ર જાવેદ થેબા એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ત્રણેય સામે મરવા મજબૂર કર્યા સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે