અંજાર તાલુકાના ભીમાસર રેલવે ટ્રેક પાસેથી મળી આવેલી અજાણ્યા પુરુષની લાશે ચકચાર સર્જી છે. સફેદરંગનું લાંબી બાયનું શર્ટ અને ઉભી લીટી વાળી બ્લ્યુ પેન્ટ પહેરેલ ૩૫ વર્ષીય પુરુષની આ લાશનું મોઢું છૂંદેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. જોકે, લાશની જે પરિસ્થિતિ તે જોતાં અકસ્માત, આત્મહત્યા કે પછી હત્યા એ ત્રણ પૈકી શું છે? એ જાણવા પોલીસે કવાયત હાથ ધરી છે.