ભુજ ભચાઉ હાઇવે ઉપર ટેમ્પો કાર અથડાતાં દાડમના યુવાન વ્યાપારીનું મોત- ટેમ્પો પલ્ટી ખાતા ૫ ને ઇજા

ભુજ ભચાઉ હાઈવે ઉપર આઈશર ટેમ્પો અને કાર વચ્ચેની અથડામણમાં ૩૫ વર્ષીય યુવાન વ્યાપારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મોટા યક્ષના મેળામાંથી સામાન ભરીને પરત જઈ રહેલા ઉત્ત્।રપ્રદેશના ધંધાર્થીઓના ટેમ્પો અને કાર વચ્ચે દૂધઇ ગામ પાસે ટક્કર સર્જાઈ હતી. આ ટક્કર કાર ચાલક સંદીપ અન્ના જમાલે નામના ૩૫ વર્ષીય કાર ચાલક માટે જીવલેણ બની હતી અને અકસ્માત સ્થળે જ તેનું મોત થયું હતું. જયારે ટેમ્પો પલ્ટી ખાઈ જતાં મેળો પૂર્ણ કરીને પરત દ્યેર યુપી જઈ રહેલા અનિશ અઝીઝ સૈયદ, શમીમ જાફર સૈયદ, ચંદબાબુ અમીન સૈયદ, શકીલ જબ્બાર સૈયદ અને ટેમ્પો ચાલક દિનેશ રામજી પટેલ (પંચમહાલ) ને ઈજાઓ થતાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.