લુણી ચાર રસ્તાથી ભંગાર ચોરી કરતી ગેંગ ઝડપાઇ

મુન્દ્રા તાલુકાના લુણી ચાર રસ્તા ઉપર પોલીસે વોચ ગોઠવી બોલેરો જીપ રોકાવી તપાસ કરતા અંદરથી ૧૪૦૦કિલો ભંગાર મળી આવ્યો હતો પોલીસે ભંગારના કબ્જે કરી ચાર શખ્સોને ઝડપી પાડયા હતા મુન્દ્રા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે બાતમી મળી કે રાજસ્થાન પાસીંગ ની બોલેરો ગાડીમાં ચારેક શખ્સો સાથે મુંદરા વિસ્તારમાં ચોરીનો માલ વેચવા માટે ફરે છે વર્કઆઉટ કરી પંચ સાથે બાતમી વાળી જગ્યા લુણી ચાર રસ્તા ઉપર વોચ રહેતા બોલેરો જીપ નંબર આર જે ૩૦ જી એ ૫૮૧૮ પસાર થતા તેને અટકાવી ને ચેક કરતાં તેમાંથી એલ્યુમિનીયમ તથા લોખંડ ના મિક્સ ભંગાર એપ નો જથ્થો મળી આવતા ગાડીમાં બેઠેલ ગફુર બાવલા ઉફે અલારખા જુણેજા , જુનેશ ઉર્ફે રોમન હકમ પરીટ,અકબર હુસેન પરીટ ,હાજી ભચુ નાગડા રહે.બધા નાની ચીરઈ તા.ભચાઉ ને ઝડપી જીણવટ ભરી પૂછપરછ હાથ ધરતાં આ પકડાયેલ જથ્થો ચોરીનો હોવાની કબૂલાત કરી હતી આધારે મુંદરા મરીન પોલીસે ચોરી કારેલ મુદ્દામાલ એલ્યુમિનીયમ તથા લોખંડના મીક્સ ભંગારના સ્ટેપનો જથ્થો વજન ૧૪૦૦ કિ.ગ્રા. કિ.રૂ.૧૬૦,૦૦૦/-નો તથા ગુનામાં વાપરેલ વાહન બોલેરો જીપ નં.આર.જે.૩૦.જી.એ.પ૮૧૮ કિ.રૂ.૨,૫૦,૦૦૦ કબ્જે કરી હતી પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પૂછપરછમાં વધુ ચોરીના ભેદ બોલવાની સંભાવના વ્યક્ત કરી હતી