ભચાઉ : જમાઈએ સાસુ સાથે શારીરિક સંબંધ રાખીને વીડિયો ક્લિપ વાઇરલ કરી

કચ્છમાં સાસુ અને જમાઈનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જમાઈએ આધેડ ઉંમરની સાસુ સાથે શારીરિક સંબંધ બાંધીને અંગત પળોનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં સાસુનાં પતિ અને પુત્રએ દબાણ કરતા જમાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે મળતી માહિતી પ્રમાણે ભચાઉમાં આધેડ ઉંમરની મહિલાએ પોતાની દીકરીનાં પતિ એટલે જમાઈ સામે પોતાની સાથે શારીરિક સંબંધ બનાવીને વીડિયો વાઇરલ કરવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે શારીરિક સંબંધ રાખીને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. તેમણે આગળ જણાવ્યું હતું કે દીકરીનાં સગપણ બાદ તેના પતિ સાથે આંખ મળી ગઇ હતી. જે બાદ તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. આ અંગત પળોનો વીડિયો વાઇરલ થતાં સાસુનાં પતિ અને પુત્રએ દબાણ કરતાં સાસુંએ આ ફરિયાદ નોંધાવી છે.આ અંગે ભચાઉ પોલીસે સંબંધિત મહિલાની ફરિયાદનાં આધારે આઈટી એક્ટ હેઠળ જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. આ સાથે વાઇરલ થયેલી સેક્સની વીડિયો ક્લિપ સંબંધિત પણ તપાસ શરૂ કરી છે.