ગાંધીધામના નવી સુંદરપુરી મકવાણા વાસ માં ત્રણ શખ્સોએ ઘરે આવીને પિતા પુત્રી ઉપર લાકડીથી હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના નવી સુંદરપુરી મકવાણા વાસમાં રહેતા મનજીભાઈ ગાંડાભાઈ મકવાણા ઉંમર વર્ષ ૪૬ ના ઘરે રવજી રાણા પ્રવીણ રાણા અને મુકેશ રાણા એ આવીને સંતાનના મામલે બોલાચાલી અને ઝઘડો કરી લાકડીથી હુમલો કરી મનજીભાઈ મકવાણાને તેની દીકરીને ઇજાઓ પહોંચાડી હતી તેને સારવાર કરતી રામબાગ હોસ્પિટલ લઇ જવાયા હતા ભોગ બનનાર નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે