માંડવી તાલુકાના ભેરૈયા માં મફત નગરીમાં વીજ થાંભલાને અડી જતા વીજ શોકથી પાંચ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું ગઢસીસા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભેરૈયા ગામ બહાર આવેલ મફત નગરીમાં રહેતા સદ્દામ ભાઈ લુહારના પાંચ વર્ષના પુત્ર સબીર રમતા રમતા ઈલેક્ટ્રીક થાંભલાના અર્થીગ ને અડી જતા વીજ શોક લાગ્યો હતો ગંભીર હાલતમાં તેમને સારવાર કરે ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે