કુકમા પતિને મરવા મજબૂર કરનાર પત્ની સહિત ચાર સામે ફરિયાદ

ભુજ તાલુકાના કુકમાં રહેતા યુવાનને ત્રાસ આપીને મરવા મજબુર કરનાર પત્ની સહિત ચાર સામે ફરિયાદ નોંધાઇ છે પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કુકમા માં રહેતા દીપકભાઈ રાઘુભાઈ ડાંગર તેના પત્ની વનીતાબેન વારંવાર રૂપિયા માંગી ને ઝઘડો કરતા હતા અને તેના સાસુ કલાવતીબેન બાબુભાઈ અરજણભાઈ બરાડીયા તેમજ સાડી કંકુબેન અંજના બાબુ અરજણ ભરાડીયા, અને સાવિત્રીબેન બાબુ અરજણ બરડીયા, દીપકભાઈ પત્ની વનીતાબેન ને ચડામણીથી કરી દીપકભાઈને ત્રાસ અપાતા હોય જેના કારણે દીપકભાઈ એ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી ભોગ બનનારે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં આ તમામ ઉપર આરોપ લગાવ્યા હતા તેવી તેના ભાભી ને મોકલિયો અને વોટ્‌સએપ ઉપર વાયરલ કર્યો હતો આ અંગે ભોગ બનનાર ના ભાઈ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે દીપકભાઈ ની પત્ની સહિતના સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે