નવરાત્રિ દરમ્યાન જામનગરથી માતાના મઢ બાઇક ઉપર દર્શને જઈ રહેલા યુવાનોને ભુજ નજીક અકસ્માત નડ્યો હતો. ભુજ થી ૧૦ કિલોમીટર આગળ ભુજોડી પાસે બાઇક સ્લીપ થતાં બાઇક રસ્તા ઉપર પડી ગઈ હતી. બાઇક સ્લીપ થવાના કારણે બાઇક ઉપર બેઠેલા ૨૨ વર્ષીય ક્ષત્રિય યુવાન હરદીપસિંહ મહિપતસિંહ સોલંકી રસ્તા ઉપર પડી જતાં પાછળ આવી રહેલ ટ્રક નીચે કચડાઈ જતાં તેનું અરેરાટીભર્યું મોત નીપજયું હતું. આ યુવાનની સાથે રહેલ શિવા નવરંગ કપટા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો, પણ હોસ્પિટલમાં તે આઘાતને કારણે બેભાન થઈ ગયો હતો. જયાં તે હાલ સારવાર હેઠળ છે.