ભુજમાં હોટલમાં જમવા ગયેલા યુવાને દારૂના નશામાં માથાકૂટ કરી હોટેલ મેનેજરને માર માર્યો હતો. આ અંગે ૭૨ વર્ષીય હોટેલ મેનેજર હર્ષેન્દ્રકાંત નાનાલાલ વૈષ્ણવે ભુજના વૈભવ દિવાકર પુજારા નામના યુવાન સામે પોલીસ ફરિયાદ કરી હતી. પોતાના બે મિત્રો સાથે જમવા આવેલા દિવાકરે બબાલ કરતાં તેને સમજાવવાના પ્રયાસ દરમ્યાન તેણે દારૂના નશામાં ઉશ્કેરાઈને મેનેજરને અપશબ્દો કહી માર માર્યો હતો. હોટેલ માલિકે આ બાબતે પોલીસને જાણ કરતા વૈભવને પકડી લેવાયો હતો. જોકે, આરોપીએ હોટેલ માલિકને પણ ધમકીભર્યો મેસેજ કર્યો હતો. આ બનાવ ભુજની હોટેલ પ્રિન્સમાં બન્યો હતો