રાજયમંત્રીના હસ્તે ભુજના સહયોગ હોલમાં રોજગાર-એપ્રેન્ટીસ ભરતીમેળો ખુલ્લો મૂકાયો

રાજયવ્યાપી રોજગાર ભરતીમેળા પખવાડિયા કાર્યક્રમના ભાગરૂપે આજે ભુજ ખાતે જિલ્લા રોજગાર કચેરી તથા આઇ.ટી.આઇ.ના સંયુકત ઉપક્રમે ભુજ ખાતે જિલ્લાકક્ષાના રોજગાર તથા એપ્રેન્ટીસ ભરતીમેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર માર્ગદર્શન શિબિરને રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકાયો હતો. ભુજના સહયોગ હોલ ખાતે કચ્છમાં આવેલાં વિવિધ ઔદ્યોગિક એકમો તથા કંપનીઓમાં ખાલી પડેલ ૨૧૦૦ થી વધારે રોજગાર વાંચ્છુકોનાં સ્થળપર જ ઇન્ટરવ્યું માટેનાં ૪૦ જેટલાં સ્ટોલ સ્થળનો રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે રિબિન કાપી શુભારંભ કરાવાયો હતો. તેમજ અગાઉ ભરતી મેળામાં પસંદગી પામેલા ૨૪ યુવક- યુવતિઓને મંચસ્થોના હસ્તે રોજગારપત્રો અર્પણ કરાયાં હતા. અધ્યક્ષીય ઉદ્બોધન કરતાં સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા રાજયમાં શરૂ કરાયેલા રોજગાર ભરતી મેળા જનપ્રિય મુખ્યમંત્રીશ્રી વેજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા યોજાઇ રહ્યાનું જણાવી વધુને વધુ યુવાઓ રોજગારી મેળવી તેવી શુભેચ્છા પાઠવી પસંદગી પામનારા યુવાનોને આગવી સુઝ સાથે નિષ્ઠાથી કામ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે યુવાનોને રોજગારીની સાથે પોતાનો ધંધો-રોજગાર સ્થાપે તે દિશામાં પણ રાજય સરકાર પ્રયત્નશીલ અને તમામ તાલુકામાં આઇ.ટી.આઇ.ની સ્થાપના કરાઇ હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ રાજય સરકાર દ્વારા યુવાનોને રોજગારી આપવાના ભાગરૂપે કચ્છમાં બે હજારથી પણ વધુ યુવા ભાઇ-બહેનોની ભરતી કરવા રોજગાર કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા ભરતીમેળાનું સુંદર આયોજન બદલ આનંદની લાગણી વ્યકત કરી વધુમાં વધુ યુવાઓને નોકરીની તક હાંસલ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. ભુજ નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી લતાબેન સોલંકીએ યુવાનોને મનગમતું કામ મળે તો યુવાનોની પ્રતિભા વધુ ખીલી ઉઠે તેમ જણાવી રોજગાર ભરતીમેળા અને સ્વરોજગારનું પણ માર્ગદર્શન મેળવે અને વધુમાં વધુ યુવાઓ નોકરી પ્રાપ્ત કરે તેમજ પોતાનો સ્વરોજગાર ઊભો કરીને અન્ય યુવાનોને પણ રોજગારી આપે તે માટેનું આહ્વાન કર્યું હતું.કાર્યક્રમના પ્રારંભે રોજગાર અધિકારી એમ.કે.પાલાએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આપ્રસંગે ભુજ મામલતદાર શ્રી કોરડીયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી બારોટ, જિલ્લા રોજગાર કચેરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, માહિતી વિભાગ અને દેના આરસેટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન કલ્પનાબેન મહેતાએ જયારે આભારદર્શન ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય