ટપ્પર ગામ વચ્ચે આવેલી એક ખાનગી વાડીના અવાવરુ કૂવામાંથી કોથળામાં બંધાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ટપ્પર સીમમાં રસ્તા ઉપર આવેલી એક વાડીના કૂવામાં સફેદ પ્લાસ્ટિકના કોથળામાં બંધ કરીને ઉપરથી ફેંકાયેલી લાશ મળી પોલીસે વિગતો આપતા જણાવેલ મૃતક મહિલા છે . મૃતદેહ ને મુંદરામાં પોસ્ટ મોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો. ઘેટાં-બકરાં ચરાવતા માણસોને સીમના ઘટનાસ્થળના કૂવા પાસે દુર્ગંધ આવતાં તેમણે લાશ જોઇ હતી અને ગ્રામ જનોને જાણ કરી હતી. ગ્રામ જનો એ સાંજે’ હેડ કોન્સ્ટેબલ નીલેશ જોષીને બનાવથી જાણ કરવામાં આવી હતી . તેમણે મુંદરા પોલીસને જાણ કરતાં રાત્રે 8 વાગ્યે મુંદરા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. કૂવો અવાવરુ છે તેમ વાડી માલિક લાંબા સમયથી વાડી ઉપર રહેતા નથી. વધુ તપાસ પોલીસે આદરી છે.’