ભચાઉ તાલુકાના લખાપર ગામની સીમમાં આવેલ પવનચક્કીને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા એક લાખ ૭૯ હજારની કિંમતનો કેબલ વાયર કાપીને ચોરી કરીને લઇ ગયા હતા સામખયારી પોલીસ ની વિગતો આપતા જણાવ્યું હતું કે લખાપર ની સીમ મા આવેલ વેસ્ટાસ વિન્ડ પાવર કંપની ની પવનચક્કીને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા ચાર હજારની કિંમતનો ૧ મીટર મેન પાવર કેબલ તેમજ રૂપિયા એક લાખ ૭૫ હજારની કિંમતનો ૫૦૦ મીટર કોપર કેબલ સહિત કુલ રૂપિયા એક લાખ ૭૯ હજારની કિંમતનો કેબલ વાયર કાર્ટુન ચોરી કરી લઇ ગયા હતા ઉપરાંત કંટ્રોલ કેબલ અંદાજે ૧૦૦ મીટર તેમજ કંટ્રોલ પેનલ વાયરિંગ અને કોન્ટેક્ટ, ઓ યફ ચી કેબલ જે કોઈ સાધન વડે કાપી તેને નુકસાન પહોંચાડ્યું હતું આ અંગે સુપરવાઇઝર રામજીભાઈ સાંગાભાઇ રબારી એ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે