ઘરફોડ ચોરાઉનો ભેદઉકેલી ઓરીજનલ મુદ્દામાલ કિ.રૂ.૨,૨૯,૪૬૪/- સાથે બે ઇસમોને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા શહેર વિસ્તાનરમાં અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાનન મહુવા કેબીન ચોકમાં આવતા હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. નરેશભાઇ બારૈયાને સયુકત હકિકત મળેલ કે, બે ઇસમો જેમાં એક ઇસમે આછા ગુલાબી કલરનો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે તથા બીજા ઇસમે જાંબલી કલરનુ ટીશર્ટ તથા સફેદ કલરનુ પેન્ટ પહેરેલ છે અને હાથમાં થેલી લઇને બન્ને જણા ચોરીના ઘરેણા તથા પરચુરણ સિક્કાઓ લઇને ખારઝાપા તરફથી સોની બજારમાં વેચવા માટે જવાના છે. જે હકીકત આધારે પંચોના માણસો સાથે હકીકત વાળા ઇસમોની વોચમાં હતા. તે દરમ્યાન ઉપરોક્ત હકીકત વાળા ઇસમો થેલીમાં કઇક વજન વાળી વસ્તુ ભરેલ લઇ નિકળતા બન્ને ઇસમોને જેમના તેમ પકડી પડેલ જે પૈકી નં.(૧) નુ નામ દર્શનભાઇ દિનેશભાઇ ઉર્ફે દલો ગૌસ્વામી ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે.ખારઝાપા, સ્વામીનારાણ મંદિર પાસે, મહુવા વાળો તથા નં. (૨) નુ નામ પ્રકાશભાઇ ઉર્ફે પકો ધનજીભાઇ બારૈયા ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે.મોચી ચોક, સ્વામીનારાણ મંદિર પાસે, મહુવા, વાળો હોવાનુ જણાવેલ મજકુર નં.(૨) ના હાથમાં એક વજનદાર થેલીમાં કઇક શંકાસ્પદ વસ્તુ ભરેલ જણાતા જે થેલી ખોલીને જોતા થેલીમાં જોતા સોના ચાંદીના ઘરેણા તથા રૂપિયા એક, બે, પાંચ, દસના સિક્કાઓ હોય જેથી બન્નો ઇસમો પાસે સોના ચાંદીના ઘરેણા તથા રૂપિયા એક, બે, પાંચ, દસના સિક્કાઓ ના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે બન્ને ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવેલ મજકુર બન્ને ઇસમો પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના તથા રૂપિયા એક, બે, પાંચ, દસના સિક્કાઓ ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા મજકુર ઇસમ પાસે સોના ચાંદીના ઘરેણા જોતા (૧) સોનાનુ પેન્ડલ નંગ- ૧ તથા સોનાનો ચેઇન નંગ-૧ તથા સોનાની બુટ્ટી નંગ-૩ જેનુ વજન આશરે ૨૩.૨૭૦ ગ્રામ છે. કિ.રૂ.૫૫૩૫૦/- ગણી (૨) સોનાનો હાર નંગ- ૧ જેનુ વજન આશરે ૨૯.૪૪૦ ગ્રામ જેની કિ.રૂ.૮૫૦૦૦/- ગણી (૩) સોનાની પારા વાળી રૂદ્રાક્ષની માળા નંગ-૧ તથા સોનાનો કરડો નંગ-૧ સોનાના ચાંદલા નંગ-૨ તથા સોનાની ચુક નંગ-૮ જેનુ વજન આશરે ૨૯.૯૬૦ ગ્રામ કિ.રૂ.૭૮૦૦૦/- ગણી (૪) સોનાની પટ્ટી નંગ-૧ જેનુ વજન આશરે ૦.૯૩૦ ગ્રામ કિ.રૂ.૩૦૦૦/- ગણી (૫) ચાંદીના છડા જોડ-૩ જેનુ વજન આશરે ૧૧૩ ગ્રામ તથા ચાંદીની પોચી નંગ-૧ તથા ચાંદીની કરડી નંગ-૧ જેનુ વજન આશરે ૨૨ જેની આશરે કિ.રૂ.૩૬૦૦/- ગણી (૬) એક થેલીમાં રૂપિયા એક, બે, પાંચ, દસ ના દરના સિક્કાઓ કુલ રૂપિયા રૂ.૪૫૧૪/- મળી કુલ કિ.રૂ.૨,૨૯,૪૬૪/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરલ છે. અને મજકુર બન્ને ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે.
મજકુર ઇસમો પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના તથા રૂપિયા એક, બે, પાંચ, દસના સિક્કાઓ બાબતે વિગતે પુછપરછ કરતા જણાવેલ કે, આજથી આશરે ત્રેવીસેક દિવસ પહેલા બન્નેએ મળીને મહુવા હવેલી શેરીમાં રહેતા જીતેન્દ્રપરી ગૌસ્વામીના મકાનની દિવાલ ટપીને અંદર ગયેલ અને તેના મેઇન રૂમના દરવાજાને બહારથી તાળુ મારેલ હતુ તે અમો બન્નેએ સેન્ટીંગના સળીયા વડે તે તાળુ તોડી નાખેલ અને પછી અમો બન્ને મકાનમાં અંદર ગયેલ તો તેના રૂમમાં એક પત્તરાનો કબાટ હતો તેને લોક મારેલ હતો તે લોક તોડી નાખેલ અને તે કબાટની તીજોરી તોડી નાખેલ અને તીજોરીમાં સોના ચાંદીના ઘરેણા હતા તે અમોએ ચોરી કરીને લઇ લીધેલ અને રૂમમાં એક ડબરામાં રૂપિયા એક, બે, પાંચ, દસના સિક્કાઓ હતા તે અમોએ ચોરી કરીને લઇ લીધેલ હતા અને અમારી પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના તથા સિક્કાઓ અમો જીતેન્દ્રપરી ગૌસ્વામીના રહેણાંક મકાનેથી ચોરી કરીને લાવેલ હતા તે હોવાનુ જાણાવતા મહુવા પો.સ્ટે. જે અંગે ખાત્રી કરતા ઉપરોક્ત ચોરીનો મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૭૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૫૪,૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર બન્ને આરોપીઓને મહુવા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.