પોલીસ દફ્તરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ મુન્દ્રા પોલીસે પૂર્વ બાતમીના આધાર પર મોટા કપાયા મુકામે આરોપી ચંદ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.વ.37 ) મુળ અબડાસા તાલુકાના સાંધણ ગામના હાલ રહે મોટા કપાયાના ઘરે છાપો મારી તેને આંગણાની ઓરડીમાંથી દેશી બનાવટની વિદેશી શરાબની પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડની 32 બોટલો કિંમત રૂપિયા 11,200 સાથે આંતરી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગેની તપાસ હેડ કોન્સ્ટેબલ દેવરાજ ગઢવીએ હાથ ધરી હતી.