ભુજ આખા શહેરમાં ચીફ ઓફિસરને માત્ર ત્રણ જર્જરિત ઈમારત જ દેખાઈ!

વડોદરામાં ઈમારત ધરાશયી થતાં અનેક જીંદગીઓ હોમાઈ ગઈ છે ત્યારે સતત આવતા આંચકાના કારણે ભુજમાં આ પ્રકારની ઘટના ગમે ત્યારે ઘટી શકે છે. નવાઈની બાબતએ છે કે, શહેરમાં કેટલી ઈમારત ભયજનક છે તેની ચીફ ઓફીસરને જ જાણ નથી. છેલ્લા ૧૦ વર્ષાથી જર્જરીત ઈમારતો તોડી પાડવાનો આદેશ સરકારે કર્યો છે પરંતુ ભુજપાલિકાના શાસકો છે કે , લોકો યમના દ્વારે જાય તેની રાહમાં બેઠા છે. આ મુદે ફરીએકવાર શહેરના જાગૃતનાગરીકો દ્વારા રજુઆત કરાતા ઉડાઉ જવાબ સાથે ચીફ ઓફીસરે પોતાની અજ્ઞાનતા પ્રદર્શિત કરીને આ સમસ્યાને હલ કરવાથી હાથ ઉંચા કરી લીધા હતા. આ અંગે મિતેશ શાહ દ્વારા ચીફ ઓફીસરને રજુઆત કરીને શહેરની અનેક ઈમારતો જે જી-૪ કે જી-૩માં છે અને અત્યંત ભયજનક અવસૃથામાં છે. તેઓને દુર કરવા ફરી એકવાર માંગણી દોહરાવી હતી.છેલ્લા ૧૦ વર્ષાથી તેઓ આ અંગે સતત મુખ્યમંત્રી,કલેકટકર, ભાડા અને ચીફ ઓફીસરને રજુઆત કરતા આવ્યા છે પરંતુ આમછતાં નેતા કે સરકારી અિધકારીઓએ આ મુદે ગંભીરતા દાખવી નથી. ભુકંપના આંચકાઓમાં ભયજનક ઈમારત પડી જાય અને સેંકડો લોકો તેમાં હોમાઈ જાય તેની રાહમાં જિલ્લા તંત્ર બેઠું છે. નવાઈની બાબતએ છે કે, શહેરમાં ૭૦થી વધુ ભયજનક ઈમારત છે જેને તોડી પાડવા તાથા રીકનસ્ટ્રકશની તાતી જરૃર છે આમછતાં ચીફ ઓફીસર ગાણું ગાય છે કે, તેઓના જાણમાં માત્ર ૩ જ ઈમારત છે અને તે પણ ખાલી છે. આમ, સરકારી બાબુઓ કામચોરી કરવા સાથે લોકોને પણ મુર્ખ બનાવી રહ્યા છે. શહેરની જર્જરીત ઈમારતમાં આજે પણ લોકો રહે છે આમછતાં નિંભરતા પુર્વકના જુઠ્ઠાણા ચલાવાય છે. શહેરના જાગૃત નાગરીકો દ્વારા જ્યારે આ ઈમારતો તોડી પાડવા થયેલા હુકમનું પાલન કરવા જણાવાયું તો, અિધકારીએ અમારી પાસે નાણા નથી તેવું રોકડું પરખાવી દિધું હતું. ત્યારે સવાલ એ ખડો થાય છે કે, યમદુત સમી ઈમારતો તેમાં રહેતા લોકો માટે તો ભયજનક છે. પરંતુ આસપાસના તથા પસાર થતા રાહદારીઓ માટે પણ મોતનો સામાન છે.