અંજારના સાપેડા ગામ પાસે યુવાનનો મૃતદેહ મળતાં ચકચાર-હત્યા કે આત્મહત્યા?

અંજારના-સાપેડા-ગામ-પાસે-યુવાનનો-મૃતદેહ-મળતાં-ચકચાર-હત્યા-કે-આત્મહત્યા_

કચ્છમાં બિનવારસુ મૃતદેહો મળવાના બનાવોમાં ઉછાળો આવ્યો છે. મોટેભાગે આત્મહત્યા જેવા લાગતા આવા બનાવો પાછળથી હત્યાના નીકળતા હોવાનું પોલીસ તપાસમાં ઘણીવાર બહાર આવ્યું છે. બિનવારસુ મૃતદેહ મળવાનો વધુ એક બનાવ અંજારમાં બહાર આવ્યો છે. અંજાર ભુજ હાઇવે ઉપર આવેલા સાપેડા ગામની સીમમાંથી વિશાલ માધાભાઇ ઠાકોર નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આપઘાત કે આત્મહત્યાની ચર્ચા વચ્ચે ર૦ વર્ષીય યુવાનના મોતનું રહસ્ય જાણવા અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે