ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશનમાં છેલ્લા ચાર વર્ષથી સજા ભોગવી રહેલા પાકિસ્તાની પ્રતિબંધકનું સારવાર દરમિયાન અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. કેદીનું મોત થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત 27 જુલાઇ 2015માં નરા રણસરહદ પીલર 1116-એમ અને 1116-એસ-1 વચ્ચેથી સીમા ઓળંગતાં ઝડપાયેલા અને ભુજની જેઆઇસીમાં સાજા ભોગવી રહેલા હિમતગુલ હુશેન (ઉ.વ.40) રહે પાકિસ્તાની જેઆઇસી ભુજવાળાને માનસિક બીમારી હતો અને તેને ઝેરી કમળો થઇ ગયો હતો જેને કારણે સાત માસ સુધી ઇન્ડોર પેસેન્ટ તરીકે હોસ્પિટલમાં દાખલ હતો બાદમાં જેઆઇસીમાં રખાયો હતો. દરમિયાન ગત 20 ઓકટોબરમાં તેની તબીયત લથડતાં જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાતાં જ્યાં સારાવર દરમિયાન બુધવારે રાત્રે સાડા દશ વાગ્યે મોત નિપજ્યું હતું. ભુજ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ બી.પી. પાતાણીએ હાથ ધરી છે.જેતે વખતે પાક ઘુસણખોર પાસેથી પાકિસ્તાની ચલણની નોટ મળી આવી હતી 2015માં પકડાયેલા પાક ઘુસણખોર પાસેથી પાકિસ્તાની ચલણના 120 રૂપિયા મળી આવ્યો હતા, ઘુસણખોર માનસિક રોગી હોવાથી પોલીસ તેના ટુંકા નામ અને પાકિસ્તાની હોવા સિવાયની વિગતો જાણ શક્યા ન હતા.જેઆઇસીમાં રહેલા પાકિસ્તાનીનું મોત બાબતે ભારત સકરાર દ્રારા પાકિસ્તાની એબીસીને જાણ કરાશે. મૃતકનું પીએમ પેનલ ડોકટરોની હાજરીમાં વિડીયો ગ્રાફિ સાથે કરવામાં આવશે. પાકિસ્તાન એમબીસી મૃતકની બોડીને સ્વિકારવા શુ જવાબ આપે છે ત્યાં સુધી મૃતદેહને કોલ્ડ સ્ટોરેઝમાં રાખવામાં આવશે.