રાપરના સેલારીનાકામાં બે બંધ મકાનમાંથી રૂ.79,200 ની માલ મત્તાની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે શકમંદ આરોપીના નામ સહિત નોંધાઇ છે.રાપરના સેલારીનાકે પધરદેવી સામે રહેતા 57 વર્ષીય માંડણભાઇ વેલાભાઇ ગોઠીએ ફરિયાદ નોંધાવી છે કે, બનાવ તા.6/10 ના બન્યો છે જેમાં તેઓ પોતાના પરિવાર સાથે સવારે 8.30 વાગ્યાના અરસામાં ખેતર ગયા હતા ત્યાંથી સાંજે કામ કરી પરત ઘરે આવ્યા ત્યારે મકાનના દરવાજાના તાળા તૂટેલા હતા અને તપાસ કરતાં કબાટમાંથી તસ્કરોએ રૂ.50,000 ની રોકડ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું, તો બાજુમાં જ રહેતા મુળ કિડિયાનગરના નાનજીભાઇ સુરાભાઇ પરમાર પોતાના પરિવાર સાથે કીડીયાનગરથી પરત આવ્યા ત્યારે તેમના બંધ મકાનમાંથી પણ રૂ.25,000 ની કિંમતના દાગીના તેમજ રૂ.4200 રોકડ મળી બે મકાનોમાંથી તસ્કરોએ કુલ રૂ.79,200 ની માલ મત્તાની ચોરીને અંજામ આપ્યો છે.