ભુજ તાલુકાના લુડીયા ગામ નજીક 108 ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સે માર્ગ ઉપરથી પલટી મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસા કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના લુડીયા ગામ નજીક 108 ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સે માર્ગ ઉપરથી પલટી મારી હતી. એમ્બ્યુલન્સ પલટી મારતા માર્ગ ઉપરથી આવતા જતાં વાહનચાલકોના ટોળા ભેગા થયા હતા. સદનસીબે 108 એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હતા જેથી મોટી જાનહાનિ ટળી હતી. હાલ તો 108 એમ્બ્યુલન્સના ચાલકે પોતાનો સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા એમ્બ્યુલન્સ માર્ગ પરથી પલટી મારી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.